Tulsi vivah
ભવ્ય તુલસી વિવાહ, સવાનાહ ગુરુકુલ – યુએસએ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP દ્વારા સંચાલિત શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ (જ્યોર્જીયા) ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પ્રબોધીની એકાદશીના રોજ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતો તથા સવાનાહના ઉત્સાહી ભાઇ-બહેનોએ તુલસી વિવાહનું તમામ આયોજન કર્યું હતું. જેમાં મહેદી રસમ, મંડપ રોપણ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. એકાદશીના રોજ ધામધૂમથી વરપક્ષના ભક્તજનો ઠાકોરજીની જાન લઇને આવ્યા હતા અને તુલસીદેવી સાથે ભક્તિભાવ સાથે ઠાકોરજીના વિવાહ કરવામાં આવ્યા હતા. જાનૈયાપક્ષ તથા કન્યાપક્ષ દ્વારા ભગવાનના લગ્નના વિવિધ કિર્તનોનું પણ ભક્તિભાવ સાથે ગાન કરવામાં આવ્યું હતું. તુલસી વિવાહની તમામ વિધિ જીતેન્દ્ર મહારાજે કરાવી હતી અને સાથે પાંચસોથી વધારે ભક્તજનો જોડાયા હતા.
Add new comment