Ganesh Utsav

એસજીવીપી ગુરુકુલની નૂતન શાખા  અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના  સવાનાહ ખાતે ઉજવાયેલ ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન

એસજીવીપી ગુરુકુલની નૂતન શાખા  અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના  સવાનાહ ખાતે ઉજવાયેલ ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન
   જ્યોર્જિયા (USA) તા.૧૬ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહમાં ૫૦ એકરમાં વિસ્તાર પામેલ અને સરોવર કિનારે વિશાળ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
       શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામીની આગેવાની નીચે સાત દિવસ સુધી દરરોજ સાંજે ગણપતિ મહારાજનું ષોડશોપચાર સાથે મહાપૂજન અને આરતિનો કાર્યક્રમ યોજાયો હતા.
       જેમાં જ્યોર્જિયા સ્ટેટમાં વસતા ગુજરાતીઓ અને અન્ય ભાષી ભારતીય ભકતોએ ભાગ લીધો હતો.
       સાડા સાત ફૂટની વિશાલકાય ગણપતિ મહારાજના સ્વરુપનું વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન મહાઆરતિનો કાર્યક્રમ અમેરિકામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો.
       પૂર્ણાહુતિ અને વિસર્જનના દિવસે યોજાયેલ સભામાં ગણેશજી મહારાજનો મહિમા સમજાવતા વેદાન્દસ્વરુપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સારાયે ભારતમાં ગણેશોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે. ખરેખર ગણેશોત્સવ ભારતીય સાંસ્કૃતિક વારસાની પરંપરાથી ઉજવાતો એક ભાગ છે. ગણેશોત્સવ એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર તહેવાર છે.
       હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્યમાં ગણપતિ મહારાજનું પૂજન કરવામાં આવે છે. તેમાંય ભાદરવા શુદ  ચોથના દિવસે મંગળવાર આવતો હોઇ તેને અંગારિક કહેવાય છે. આ દિવસે ગણપતિ દાદાની આરાધના ઉપાસના અને પૂજા પાઠ કરવાથી વધુ ફળદાયી નીવડે છે.
       હિન્દુ ધર્મમાં ગણેશજી વિઘ્નહર્તા અને સિદ્ધિના સ્વામી મનાય છે. સાક્ષાત પ્રણવ સ્વરુપ છે.
   હિન્દુ ધર્મમાંથી ગણેશજીના સ્વરુપ વિષે ઘણું શીખવા મળે છે. ગણેશજીનું મસ્તક હાથીનું છે અને ધડ માનવનું છે. આ જ આપણને સમાન ભાવ સુચવે છે. ગણપતિની આંખો ખૂબજ નાની અને ઝીણી છે. ખરેખર તો મસ્તકના પ્રમાણે આંખ મોટી હોવી જોઇએ. પણ માણસ જ્યારે દીર્ઘ વિચારમાં જાય છે ત્યારે તેની આંખો ઝીણી અથવા તો બંધ થાય છે. કોઇ પણ કાર્ય કરવું હોય તો તેને ઝીણવટથી કરવું એ શીખવે છે.
       ગણપતિના કાન સુંપડા જેવા હોય છે. સુપડું સારી વસ્તુને ગ્રહણ કરી ખરાબને કાઢી નાંખે છે. વળી ગણપતિનું નાક મોટું છે. તે આબરુ અને ઇજ્જત પૂર્વક જીવવાનું શીખવે છે. તેનું પેટ મોટું હોય છે. જે કોઇ સારી નરસી વાત હોય તે પેટમાં છુપાવી રાખવી જોઇએ. જેનાથી અનેક વિઘ્નો દૂર રહે છે.
       ગણપતિ મહારાજને મોદક ખૂબજ ભાવે છે. મોદક એ સાત્વિક અને આનંદવર્ધક ભોજન છે. આ રીતે ગણપતિ દાદાના જીવનમાંથી અનેક પ્રેરણા મળે છે.
       ગણેશોત્સવના અંતિમ દિવસે સનાતન મંદિરના પરિસરમાં આવેલ વિશાળ સરોવરમાં વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગુલાલની છોળો ઉડાડતા ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં
   આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા શ્રી આનંદસ્વામી અને પરશોત્તમ ભગતે સંભાળી હતી.

http://www.akilanews.com/16092016/gujarat-news/1474017965-49405

Bloomingdale hosts Hindu festival

BLOOMINGDALE, GA (WTOC) -

Hundreds joined together in Bloomingdale for a Hindu festival on Sunday. 

Today marks the end of the 7 day celebration of the elephant God, "Lord Ganesh". 

The people in the temple burned candles, prayed, danced and followed ancient rituals of emerging the statue in water. They tell us this is symbol of their heritage. 

"In this country it's very nice to be able to come together as a community celebrating something that we bring back from out country," said Supriya Patel. "It's our heritage and to show to our future generations and give them the positive outlook of how it was and is right now back in India ."

They will do this again next week but out on Tybee. 

 

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.