Satsang Sabha - Los Angeles, CA, USA 2015

આપણા વાણી વર્તનથી કોઈનું દિલ તૂટે નહિ એની કાળજી રાખવી જોઈએઃ સ્‍વામી માધવપ્રિયદાસજી: લોસ-એંજલસ (યુ.એસ.એ.) માં શા.માધવપ્રિયદાસજી સ્‍વામીની સત્‍સંગ સભા


શા.માધવપ્રિયદાસજી સ્‍વામી લોસ-એંજલસમાં પધારતા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
            ત્‍યારબાદ ધીરૂભાઈ સોરઠીયા, શ્રી રમેશભાઈ પટોળીયા, શ્રી રસિકભાઈ પટોળીયા , શ્રી ગુલાબભાઈ પાટોળીયા, શ્રી કનુભાઈ બાજરીયા, શ્રી રાકેશભાઈ બાજરીયા અને શ્રી પ્રફુલભાઈ બાજરીયા વગેરે ભાવિક ભક્‍તજનો દ્વારા સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
            સભાને સંબોધન કરતા સ્‍વામીશ્રીએ જણાવ્‍યું હતુ ં કે ે પથ્‍થરના મંદિર સજાવીએ એ સારી વાત છે. આપણી સંસ્કૃતિમાં દેવમંદિરોનો ખૂબ જ મહિમા છે. પરંતુ સાથો સાથ દિલ મંદિર પણ સજાવીએ દિલ મંદિર એ શ્રેષ્ઠ મંદિર છે. વેદો એ શાસ્ત્રોએ દિલમાં દેવનો નિત્‍ય નિવાસ કહ્યો છે.
            આપણા વાણી વર્તનથી કોઈનું દિલ તૂટે નહિ એની કાળજી રાખવી જોઈએ.
            પથ્‍થરના ભવનો ભાંગે તે ફરીથી ચણી શકાય પરંતુ દિલ મંદિર તૂટે પછી સમારવું કઠણ પડે છે.
            માત્ર માણસ જ નહિ, પરંતુ જીવપ્રાણીમાત્રમાં દેવ વિરાજે છે. સર્વની સેવા એજ ભક્‍તિનું શ્રેષ્ઠરૂપ છે. દુર્ગુણોના કચરાને દૂર કરી સદ્‌ગુણોના ફૂલોથી દિલ મંદિરને સજાવીશું, તો દિલમાં બિરાજમાન ભગવાન અત્‍યંત પ્રસન્‍ન થશે. લોસ-એંજલસમાં નિત્‍ય નૂતન જગ્‍યાએ સત્‍સંગ કથા-વાર્તા દ્વારા સ્‍વામીશ્રી સર્વને વર્તમાન જીવનને અનુરૂપ પ્રેરણાઓ આપતા હતા અને ભાવિક ભાઈ-બહેનો ખૂબ જ રાજી થતા હતા.  #GurukulParivar #LosAngeles #USA

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.