Sabha Niagara Falls, NY 2013

વિદેશની ધરતી ઉપર સત્‍સંગનો ધોધ વહાવી રહેલા પ.પૂ.શાસ્‍ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તથા સંતમંડળી નાયગ્રા ધોધની મુલાકાતે : બફેલો ખાતે શ્રી મનસુખભાઈ પાઘડાળ તથા હરિભક્‍તો આયોજીત સત્‍સંગ સભામાં રોમ, કેનેડા, ઉપરાંત દૂરના વિસ્‍તારોમાંથી ઉમટી પડતા સત્‍સંગ પ્રેમીઓ

પોતાના અમેરિકા ખાતેના વિચરણ દરમિયાન પરમ પૂજ્‍ય શાસ્‍ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તથા પરમ પૂજ્‍ય પુરાણી શ્રી લાલકૃષ્‍ણદાસજી સ્‍વામી સંતમંડળ સાથે કુદરતની અજાયબી સમાન નાઈગ્રાફોલ્‍સની મુલાકાતે પધાર્યા હતા. અહીં બફેલો ખાતે મનસુખભાઈ પાઘડાળ તથા આશિષ પટેલ, જયેશ પટેલ, ધર્મેશ પટેલ વગેરે ભાઈઓએ સત્‍સંગનું આયોજન કર્યું હતું. જેમાં રોમ, બફેલો, કેનેડા ઉપરાંત દૂરદૂરથી ઉત્‍સાહી ભાઈ-બહેનો સત્‍સંગનો લાભ લેવા માટે પધાર્યા હતા. આ પ્રસંગે પૂજ્‍ય સ્‍વામીજી તથા પૂજ્‍ય બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીએ સત્‍સંગની પ્રેરણાદાયી વાતો કરી હતી. તેવું શ્રી ગિરીશ પાઘડાળની યાદી જણાવે છે.

News Type: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.