Satsang Sadhana Shibir, Pocono, US, 2014

Satsang Sadhana Shibir - 1 Pocona, US

SGVP Gurukul Parivar of USA conducted a Satsung Sadhna Shibir during August 21 to 24, 2014 at Pocono, PA at Birenbhai Sardhara’s summer Vacation home.  Under the guidance of Sadguruvarya Shastri Shree Madhavpriyadas Swami, Saints and devotees created a trance environment at the shibir with Bhajan kirtan, Meditation, religious discourses on Purushotamprakash granth.

એસજીવીપી ગુરુકુલ પરિવાર યુએસએ દ્વારા તા.૨૧થી ૨૪ ઓગસ્ટ, ૨૦૧૪ દરમ્યાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં પોકોનો, ખાતે શ્રી બિરેનભાઇ સરધારાના સમર વેકેશન હોમમાં સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે સાથેના સંત મંડળ દ્વારા ભક્તિ સભર વાતાવરણમાં આ સત્સંગ શિબિરમાં ભજન કિર્તન,ધ્યાન, પુરુષોત્તમપ્રકાશ ગ્રન્થની કથાવાર્તા વગેરે આયોજનો કરવામાં આવ્યા હતા.

આ શિબિરમાં શિબિરાર્થીઓનશિબિરાર્થીઓને માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “અહંકાર માણસનો મોટો શત્રુ છે. માણસને મોત નહીં પણ અહંકાર મારી નાખે છે. મોત તો મરેલાને મારે છે, જ્યારે અહંકાર જીવતાને મારે છે. અહંકાર માત્ર સંત્તા અને સંપત્તિનો નથી હોતો, પ્રસંશામાંથી અહંકાર પેદા થાય છે. માટે સાધકોએ સાવધાન રહેવું જોઇએ. અહંકાર ધાર્મિકતાનો પણ હોય છે, અહંકાર જ્ઞાનનો પણ હોય છે, અહંકાર ત્યાગ-વૈરાગ્યનો પણ હોય છે. અહંકાર બહુરુપીયો છે, એ અનેક જાતના વેશ ધારણ કરે છે અને સાધકને છેતરે છે.” શિબિરમાં દિવસના પ્રારંભમાં પૂજ્ય વેદાન્તસ્વરુપ સ્વામી દ્વારા યોગાસનો કરાવવામાં આવતા હતા. ત્યારબાદ મહારાજની મૂર્તિનું ધ્યાન શીખવાડવામાં આવતું હતું. ભકતવત્સલદાસજી સ્વામીએ વચનવિધિ ગ્રન્થ ઉપર કથા વાર્તા કરી હતી. આ શિબિરમાં અમેરિકા અને કેનેડાના હરિભકતોએ ભાગ લીધો હતો. શિબિરના બીજા દિવસે વૈષ્ણવાચાર્ય શ્રી ગોવર્ધનેશજી મહારાજે વૈષ્ણવ સંપ્રદાય ઉપર મનનીય પ્રવચન કરી આશીર્વાદ આપ્યા હતા.

શિબિરના ત્રીજા દિવસે અમરેલીના સાંખ્યયોગી શ્રી લીલાબા તથા સાથેના મંડળે પણ બેનોની સભામાં પ્રેરક કથા વાર્તા કરી હતી.
આ શિબિરમાં ન્યુજર્સી, ન્યુયોર્ક, અટલાન્ટા, શાર્લોટ, રાલે, ડેકન, ટોરન્ટો ઉપરાંત કેનેડાથી હરિભકતોએ લાભ લીધો હતો.

જેમાં સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડો.વિજયભાઇ ધડુક (ચેરમેન, શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ,યુએસએ) તથા સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ ન્યુ જર્સીના પ્રમુખ શ્રી જયભાઇ ધડુકે (ટ્રસ્ટી, શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ,યુએસએ) પણ પ્રાસંગિક પ્રેરણાદાયક પ્રવચન કર્યુ ંહતું. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના ટ્રસ્ટી શ્રી વિરજીભાઇ પાઘડાળે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ શિબિર સાધકો માટે ખરેખર ઘણીજ ઉપયોગી હતી. પૂજ્ય શ્રી ભકિતપ્રિયદાસજી સ્વામી અને શ્રી લક્ષ્મણભાઇ કોટડીયાના માર્ગદર્શન નીચે સ્વંયસેવકોએ શિબિરાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આ શિબિરમાં બહેનોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી ખૂબ જ સેવાઓ કરી હતી. સ્વામીજીએ તે સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.

આગામી બીજી સત્સંગ સાધના શિબિર તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન રીચમંડ ખાતે રાખવામાં આવી છે. તો આ શિબિરમાં લાભ લેવા સૌને હાર્દિક નિમંત્રણ છે. તે માટે પૂ.વેદાન્ત સ્વામી (૯૧૨-૬૫૫-૦૦૯૬), શ્રી રાજેશભાઇ લાખાણી ( ૭૫૭-૨૮૮-૬૯૮૯) શ્રી વીરજીભાઇ પાઘડાળ ( ૯૭૩-૬૦૦-૩૫૧૦) તથા શ્રીગિરીશભાઇ પાઘડાળ ( ૨૦૧-૭૫૭-૭૫૨૬) નો સંપર્ક કરવા વિનંતી.

Picture Gallery

 

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.