Diwali

દિપાવલી અન્નકૂટોત્સવ ઉત્સવ

ભવ્ય અન્નકૂટોત્સવ ૩૧ ઓક્ટોબર ૨૦૧૬

સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી દિપાવલી તથા નૂતન વર્ષે પ્રાર્થના ભવનમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી તીરૂપતિજી વગેરે ભગવાનના સ્વરૂપોની આગળ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

image: 

મારૂતિયાગ - રંગોળી સ્પર્ધા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા સંચાલિત શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ અંતર્ગત  શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ (જ્યોર્જ્યા) ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કાળી ચૌદસના પવિત્ર દિવસે મારૂતિયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ હનુમાનજી મહારાજના નામો, પુરુષસૂક્ત તથા હનુમત્‌સ્તોત્રના પાઠ સાથે હનુમાનજી મહારાજને આહુતિઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણસો ઉપરાંત ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગુરુકુલના કેમ્પસમાં જ રંગોળીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

image: