September 2013

Sabha Niagara Falls, NY 2013

વિદેશની ધરતી ઉપર સત્‍સંગનો ધોધ વહાવી રહેલા પ.પૂ.શાસ્‍ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તથા સંતમંડળી નાયગ્રા ધોધની મુલાકાતે : બફેલો ખાતે શ્રી મનસુખભાઈ પાઘડાળ તથા હરિભક્‍તો આયોજીત સત્‍સંગ સભામાં રોમ, કેનેડા, ઉપરાંત દૂરના વિસ્‍તારોમાંથી ઉમટી પડતા સત્‍સંગ પ્રેમીઓ

Satsang Shibir USA, 2013

અમેરિકાના પેન્સેન્વેલિઆમાં પોકોનો ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં સત્સંગ સાધના શિબિરનું મંગલ આયોજન થયું હતું. હરિયાળા પહાડોની ગોદમાં કુદરતને ખોળે આયોજિત આ સાધના શિબિરમાં પેન્સેન્વેલિયા, ન્યુ જર્સી, મેરીલેન્ડ, ઓહાયો, કેનેડા વગેરે દૂર દૂરનાં પ્રદેશોથી અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા.અમેરિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તરફથી આ શિબિરનું આયોજન થયું હતું. શ્રી બિરેનભાઈ સરધારાના વિશાળ સમર હાઉસમાં સંતોનો ઉતારો રાખવામાં આવ્યો હતો.