શ્રી સ્વામિનારાયણ સનાતન ટેમ્પલ, સવાનાહ (અમેરિકા) ખાતે શિવજીનો નિત્ય અભિષેક

શ્રી સ્વામિનારાયણ સનાતન ટેમ્પલ, સવાનાહ (અમેરિકા) ખાતે શિવજીનો નિત્ય અભિષેક

            શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ દ્વારા સંચાલિત તથા પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અમેરિકાના સવાનાહ ખાતે શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર કાર્યરત થયું છે. અહીં સંતો નિત્ય નિવાસ કરે છે અને સનાતન ધર્મના મૂલ્યોનું જતન કરે છે.

            હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અહીં નિત્ય શિવજીના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. સવાનાહ તથા આજુબાજુના શહેરોમાં વસતા ભારતીય પરિવારો દરરોજ દર્શને પધારે છે અને શિવપૂજન તથા અભિષેકનો લાભ લે છે.

            પૂજ્ય વેદાંતસ્વરુપદાસજી સ્વામી, પૂજ્ય આનંદવલ્લભદાસજી સ્વામી તથા પાર્ષદ પરશોત્તમભગત દર્શને આવતા ભક્તજનો તથા નાના નાના બાળકોને ભારતીય સંસ્કારોથી રંગી રહ્યા છે.

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.