ISSSV Shibir 2015
ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ : યજમાનપદે ISSSV દ્વારા યોજાઈ ગયેલી ભવ્ય શિબિર : વડતાલ ગાદીના પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિ : પ.પૂ. સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા ભક્તિ પ્રકાશદાસજી સ્વામીનું મનનીય ઉદબોધન : વેદ, ઉપનિષદ તથા ગીતાજી જેવા ગ્રંથોનું નિરૂપણ તથા કિર્તનભક્તિની સરિતા, તેમજ હિંડોળા ઉત્સવ સાથે શિબિર સંપન્ન
શ્રી સ્વામિનારાયણ મંદિર ડાઉનીના યજમાન પદે ISSSV દ્વારા વડતાલ ગાદીના પીઠાધીપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પાવનકારી સાનિધ્યમાં ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ભક્તિપ્રદાશદાસજી સ્વામી મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરનું ઉદ્દધાટન પૂજ્યપાદ મહારાજશ્રીના હસ્તે થયું. આ પ્રસંગે ISSSV ના પ્રમુખ શ્રી અર્જુનભાઈ માલવીયા તથા વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પપૈયા, અતુલભાઈ પટેલ તથા સુભાષભાઈ પટેલ, ડાઉનીમંદિરના પ્રમુખ શ્રી નંદલાલભાઈ પટેલ, ઉપપ્રમખુખ શ્રી કનુભાઈ બાજરીયા, કમિટી મેમ્બર શ્રી કાંતિભાઈ પટેલ, ડલાસ મંદિરના અગ્રમી રજનીભાઈ પટેલ તથા ભરતભાઈ પટેલ, સારલોટ ફલોરેન્સ ચેપ્ટરના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ ન્યુ યોર્ક ચેપ્ટરના પ્રમુખ શ્રી નીરંજનભાઈ પટેલ, સાનહોજે ચેપ્ટરના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સમરસેટ ન્યુજર્સીના પ્રતિનિધી ઈન્દ્રવદનભાઈ પટેલ ડાઉની મંદિરના આગેવાનો મહારાજશ્રીના લધુબંધુ શ્રી નરેશભાઈ, શ્રી રમણભાઈ, રમેશભાઈ, સેક્રેટરી તપન શકલ વગેરે અમેરિકાના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
શિબિરનો મુખ્ય વિષય ઉપાસના તત્વ હતો. વેદ, ઉપનિષદ અને ગીતાજી જેવા ગ્રંશોમાં પ્રતિપાદિત ઉપાસના તત્વનું નિરુપણ બન્ને વકતાશ્રીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ઉપાસના અમૃત છે. તે વાણીવિલાસનો વિષય છે. હિન્દુધર્મમાં અનેક દેવી- દેવતાઓની ઉપાસના થાય છે. પરંતુ સર્વ શ્રેષ્ઠ ઉપાસ્ય તત્વ વેદ અને વચનામૃત પ્રતિપાદીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે. જીવપ્રાણીમાત્રમાં પરબ્રહ્મના દર્શન થાય અને એમની સેવા થાય એ ઉપાસનાનો પરિપાક છે.
આચાર્ય મહારાજશ્રીએ ઉપાસના તત્વને સમજાવતા કહ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કોઈની બાદબાકી કરી નથી. ભગવાનના રામકૃષ્ણાદિક અવતારો પૂજનીય અને આદરણીય છે. આપણાથી કોઈની નીંદા થાય નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિરોમાં વિવિધ દેવો પધરાવી સનાતન ધર્મની વિવિધતામાં એકતાનં પુષ્ટી કરી છે.
ખાસ કરીને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી પોતાના અન્ય કાર્યક્રમમાં ફેરફાર કરી શિબિરમાં રોકાયા અને પ્રશ્નોત્તરીનું રસપ્રદ સેશન લીધુ એ બદલ પૂજ્ય મહારાજશ્રીએ અત્યંત રાજયો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુરુકુલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી વિરજીભાઈ પાઘડાલ અને શ્રી આનંદ સ્વામીએ કુશળતા પૂર્વક સભાસંચાલન કર્યું હતું અને દરેક પ્રસંગો સમયસર ચાલે તેની કાળજી રાખી હતી.
ડાઉની મંદિરના મહંત શ્રી દેવસ્વામીએ સ્થાનીક સર્વ નાના મોટા કાર્યકર્તાઓના સહકારથી ભગીરથ પુરુષાર્થ કરી શિબિરને સફળ બનાવી હતી. શ્રી રામ સ્વામી, નિર્લેપ સ્વામી તથા વેદાંતસ્વરૂપ સ્વામીએ પ્રસંગોપાત વ્યાખ્યાનો આપ્યા હતા. પાર્ષદ ધનશ્યામ ભગતે કીર્તનભક્તિી સુંદર સરિતા વહાવી હતી.
ખાસ કરીને આ પ્રસંગે વડતાલ ગાદીવાળા માતુશ્રી ઉપસ્થિતિ રહ્યા હોવાથી બહેનોમાં ઉત્સાહ અને ભક્તિ ભરપૂર રહ્યા હતા.
આ પ્રસંગે હિંડોળા ઉત્સવ તથા દીપ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. ડાઉની મંદિરની યજમાનગતી સહુના マદયને સ્પર્શી ગઈ હતી. તેવું પૂ.શ્રી કુંજવિહારીદાસજી સ્વામીની યાદીમાં જણાવાયુ છે.
Add new comment