Bhagwat Katha Parayan - Swaminarayan Temple, Savannah GS (USA)

શ્રી સ્વામિનારાયણ સનાતન ટેમ્પલ, સવાનાહ ખાતે શ્રીમદ્ ભાગવત કથા 28 Sep 2016

 At Shree Swaminarayan Sanatan Temple, Savannah GS (US) a Bhagwat Katha Parayan was organized by Shree Dharmajivan Mission Trust during September 24-28, 2016. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swamiji eruditely narrated the Katha. During the Katha Parayan, Shree Ram-Janmotsav, Shree Krishan-Janmotsav, Annakuk Leela were also celebrated with great devotion.

શ્રી સ્વામિનારાયણ સનાતન ટેમ્પલ, સવાનાહ ખાતે શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું સપ્ટેમ્બર ૨૪ થી ૨૮, ૨૦૧૬ દરમ્યાન મંગલ આયોજન થયું હતું.

સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ભાગવતજીની ભાગીરથી વહાવી હતી. રોજ વિવિધ ઉત્સવો દ્વારા સમગ્ર વાતાવરણ મંગલમય અને ઉત્સવમય બન્યું હતું. કથાના પ્રારંભે ભાગવતજીની પોથીયાત્રા નીકળી હતી. મંદિરમાં તાજેતરમાં જ તૈયાર થયેલી યુવાનો અને બાળકોની બેન્ડ પાર્ટીએ ભાગવતજીનું શાનદાર સ્વાગત કર્યું હતું અને વાજતે ગાજતે ભાગવતજીની વ્યાસપીઠ ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કથાના પ્રથમ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો ત્યારે સમસ્ત વાતાવરણ ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી...’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ભાવિક ભાઈ-બહેનો મનમૂકીને નાચ્યા હતા.

ત્રીજા દિવસે ગોવર્ધન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઘેર ઘેરથી બહેનો અન્નકૂટની સામગ્રી લાવ્યા હતા અને સુંદર અન્નકૂટ મહોત્સવ થયો હતો.ચોથા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરુક્મિણીદેવીનો મંગલ વિવાહ પ્રસંગ વિધીવત્ ઉજવાયો હતો. પૂર્ણાહુતિના દિવસે સર્વ ભાવિક ભાઈ-બહેનોએ સમૂહ આરતી ઉતારી હતી. સવાનાના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગાનો લાભ લીધો હતો. ઉપરાંત અમેરીકાના વિવિધ રાજ્યોમાંથી અનેક ભાવિક ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.

News Type: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.