AdvancED International Summit 2013
AdvancED International Summit 2013
ડૉ. માર્ક ઍલ્ગાર્ટ (અધ્યક્ષ અને સી.ઇ.ઓ., એડવાન્સઍડ ઇન્ટરનેશનલ) ના માર્ગદર્શન નીચે ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા – એ પાંચ ખંડના ૭૦ દેશોના ૭૫૦ પ્રતિનિધિઓનું સંમેલન AdvancEd (CITA) દ્વારા વોશીંગ્ટન ડીસી (યુએસએ) ખાતે જૂન ૨૩-૨૫, ૨૦૧૩ દરમ્યાન આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.એડવાન્સઍડ સાથે વિશ્વની ૩૨,૦૦૦ સ્કુલ જોડાયેલી છે. આ સ્કુલની દેખરેખ, અવલોકન અને માન્યતાનું કાર્ય એડવાન્સઍડ દ્વારા કરવામાં આવે છે. સાથે દુનિયાભરમાં ૨૫૦ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની જવાબદારી એડવાન્સઍડ સંભાળે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતીષ્ઠાનમ ઈન્ટરનેશનલ સ્કુલ અને SGVP ની દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયને પણ એડવાન્સઍડનું accreditation (માન્યતા) પ્રાપ્ત થયેલ છે.એડવાન્સઍડ દ્વારા આયોજિત આ સંમેલનનો મુખ્ય હેતુ – આજના ડીજીટલ યુગની માંગ પ્રમાણે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી શિક્ષણ પદ્ધતિઓમાં પૂર્તતા કરવા માટે જરૂરી સુધારાઓ કેવી રીતે કરવા તેની માહિતી આપવાનો હતો.
આ સંમેલનમાં શિક્ષણ ક્ષેત્રના અનેક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ચર્ચા દરમ્યાન એ મુદ્દો સ્પષ્ટ થયો હતો કે હાલમાં શિક્ષણ જગતમાં જે પ્રશ્નો છે તેમાં વિદ્યાર્થીઓનો વાંક ઓછો છે. આ પ્રશ્નોને હલ કરવામાં જવાબદારી શિક્ષકો અને માતા-પિતાની છે. શિક્ષકોએ ૨૧મી સદીને અનુરૂપ જ્ઞાન-વિજ્ઞાનની શિક્ષણ પદ્ધતિઓ વિષે પૂર્ણ રીતે જાણકાર રહેવું જોઈએ. બીજી મહત્ત્વની બાબત એ છે કે દરેક માતા-પિતા પોતાનો બાળક સારો શિક્ષિત થાય એવી આશા તો રાખે જ છે પરંતુ બાળક બાલ્યાવસ્થાથી જ ખંતથી અભ્યાસ કરે અને સારી ટેવો પાડે એ વિષયમાં માતા-પિતાએ પણ મહત્ત્વનો ભાગ ભજવવાનો હોય છે. પરંતુ અભ્યાસનાં તારણો એવું બતાવે છે કે આ વિષયમાં માતા-પિતાઓ પૂર્ણ જાગૃત નથી.ડૉ. માર્ક ઍલ્ગાર્ટ સાથે પૂજ્ય સ્વામીજીની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે SGVP મોડેલની પદ્ધતિથી ડૉ. માર્ક ઍલ્ગાર્ટ ખુબજ પ્રભાવિત થયા હતા. ડૉ. ડૅરલ બેરીંજર (ડાયરેક્ટર,દક્ષિણ વિભાગ, સાઉથ કેરોલીના) વગેરે પ્રોફેસરો સાથે પણ પૂજ્ય સ્વામીજીની મુલાકાત થઇ હતી.પૂજ્ય સ્વામીજીએ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું સુચન કરતા જણાવ્યું હતું કે સાચી સફળતા મેળવવા માટે યાંત્રિક ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત માતા-પિતા અને શિક્ષકો દ્વારા માનવતા અને નૈતિકતા મૂલ્યોનું શિક્ષણ અપાય – એ અનિવાર્ય છે.પૂજ્ય સ્વામીજી દ્વારા સંચાલિત SGVP ઇન્ટરનેશનલ સ્કુલમાં અપનાવવામાં આવેલ સ્ટડી, સ્પોર્ટ્સ અને સ્પીરીચ્યુઆલીટીના સમન્વયની પદ્ધતિથી ડૉ. માર્ક ઍલ્ગાર્ટ, ડૉ. ડૅરલ બેરીંજર વગેરે સહુ પ્રભાવિત થયા હતા. ડૉ. ડૅરલ બેરીંજર SGVP ની મુલાકાત લઇ ચુક્યા છે અને તેથી તેઓ SGVP થી સારી રીતે પરિચિત અને પ્રભાવિત છે. પૂજ્ય સ્વામીજીના અવલોકનો અને અભિપ્રાયોને આવકારવામાં આવ્યા હતા.
SGVP ના આંતરરાષ્ટ્રીય સંબંધોના મુખ્ય નિયામક ડૉ. રવિભાઈ ત્રિવેદીએ પણ આ સંમેલનમાં ખુબજ સક્રિય રીતે દરેક વિભાગીય ચર્ચાઓમાં ભાગ લીધો હતો. ભવિષ્યની શિક્ષણ પદ્ધતિઓમાં ચાવીરૂપ ભાગ ભજવનાર ‘ડીજીટલ શિક્ષણ’ અને વિદ્યાર્થીલક્ષી શિક્ષણ પદ્ધતિઓ – તેમના મુખ્ય કેન્દ્ર-બિંદુઓ રહ્યા હતા. SGVP ની કાર્યસિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે.
Add new comment