Shakotsav Festival -

શાકોત્સવ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે, કારણકે આ ઉત્સવમાં સુરાબાપુ અને શાંતાબાનું સમર્પણ સમાયેલું છે : શા. માધવપ્રિયદાસજી સ્વામી : શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, અમેરિકાના જયોર્જીયા રાજયનાઃ બીગ સીટી સવાના ખાતે ભવ્ય શાકોત્સવ જયોર્જીયા (યુએસએ)

Image may contain: 8 people

જયોર્જીયા (યુએસએ) તા. ૨૧:  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVP નાઅધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી  ચાલી રહેલા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાના, જયોર્જીયા (અમેરીકા) ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું.

   શાકોત્સવના શુભારંભમાં વૈદિક મંત્રો દ્વારા શાસ્ત્રી સ્વામી શ્રી કુંજવિહારીદાસજીએ મંદિરમાં બિરાજમાન દેવોનું વૈદિક પૂજન કરાવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલાનું સ્મરણ કરતાં ભગવાનના સાનિધ્યમાં જ ભકતજનો માટે શાકનો વદ્યાર લેવામાં આવ્યો હતો.

   શાકોત્સવના ભવ્ય ઈતિહાસની સુંદર કથા વર્ણવતા સ્વામી ભકિતવેદાંતદાસજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભકતરાજ સુરાખાચરના જીવનની કથા વર્ણવી હતી. ઙ્કભકતરાજ સુરાખાચરની ધર્મનિષ્ઠા, ભગવાનમાં અનન્ય સખાભકિત, નિષ્કામીપણું, નીતિમત્ત્।ા અને પ્રામાણિકતાનું વર્ણન કરતાં અનેક પ્રસંગો રજૂ કર્યા હતા.

   સુરાખાચરના દ્યરમાંથી ચોરાયેલી બધી જ સંપત્ત્િ। સુરક્ષિત રીતે પરત મળી જતાં તેમણે તે બધી જ સંપત્ત્િ। ભગવાન માટે વાપરવાનો સંકલ્પ કર્યો. ભગવાન સ્વામિનારાયણ અને સંતોને પોતાના દ્યરે બોલાવ્યા અને દિવસો સુધી રાખ્યા. આ દરમિયાન ભગવાન સ્વામિનારાયણને એક ગરીબ ખેડૂત ભકતે થોડા રીંગણ અર્પણ કર્યા. ભગવાનને ખેડૂત પાસેથી ખેતી અંગે પુછતાં ખ્યાલ આવ્યો કે, આ બધા જ ખેડૂતો મહિનાઓ સુધી રીંગણ વાવીને તૈયાર કરે છે અને જયારે રીંગણને વેચીને કમાવાનો સમય આવે ત્યારે તેના ભાવ ઓછા મળતા હોવાથી ખેડૂતો વધારેને વધારે ગરીબ થતાં જાય છે.

   ભગવાને મનોમન આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન કરવાનો સંકલ્પ કર્યો. એમણે સુરાખાચરને બોલાવીને કહ્યું કે, શ્નતમે આ ખેડૂતોને પૂર્ણ વળતર આપીને એમના ખેતરમાં ઉગેલા રીંગણ અહીં લાવો આપણે એ રીંગણનો ઉત્સવ કરીએ.લૃ સુરાખાચરે ભગવાનની આજ્ઞા પ્રમાણે ખેડૂતોને પુરૃં વળતર આપીને રીંગણાના ઢગલા કર્યા. ભગવાને પોતે જ પોતાના હાથે રીંગણાનું શાક બનાવીને સંતો, ભકતોને જમાડ્યા. કહેવાય છે કે, શાકોત્સવના છેલ્લા દિવસોમાં ભગવાને ૬૦ મણ રીંગણાનો ૨૦મણ દ્યીમાં વદ્યાર લઈને શાક બનાવી સૌને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગના અનુસંધાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેર ઉત્સવો ઉજવાય છે. આપણે પણ આ જ દિવ્ય પ્રસંગને યાદ કરીને ભવ્ય શાકોત્સવ ઉજવી રહ્યા છીએ.

   આ મંગલ પ્રસંગે ટેલીફોનિક આશીર્વાદ પાઠવતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ભકતજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શ્નસુરાખાચરની ભકિત અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કરૂણામાંથી પ્રગટેલો આ શાકોત્સવ છે. નાનકડું રીંગણ ભગવાનના હાથમાં આવતા તે શાકનો રાજા બની ગયું તે જ રીતે જે વ્યકિત ભગવાનના સત્કાર્યો કરે છે તે પણ પોતાના જીવનમાં મહાન બને છે. ભગવાન, સત્કાર્યો અને સત્પુરુષ માટે વાપરેલી સંપત્ત્િ। કયારેય વ્યર્થ જતી નથી એ જ રીતે નિરાધારને સહાય કરનારા વ્યકિતના જીવનમાં પણ કયારેય કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી.લૃ

   આ પ્રસંગે પધારેલો વિશાળ ભકત સમુદાય શાકોત્સવનું દર્શન, સત્સંગ અને શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરીને ખૂબ જ પ્રસન્ન થયો હતો. આ પ્રસંગે સનાતન મંદિરમાં નિયમિત સેવા કરનારા ઉત્સાહી સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી.

 

 

image: 
News Type: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.