મારૂતિયાગ - રંગોળી સ્પર્ધા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા સંચાલિત શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ અંતર્ગત  શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ (જ્યોર્જ્યા) ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કાળી ચૌદસના પવિત્ર દિવસે મારૂતિયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ હનુમાનજી મહારાજના નામો, પુરુષસૂક્ત તથા હનુમત્‌સ્તોત્રના પાઠ સાથે હનુમાનજી મહારાજને આહુતિઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણસો ઉપરાંત ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગુરુકુલના કેમ્પસમાં જ રંગોળીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાનાહ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજાતા બહેનોને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.