SGVP Gurukul Parivar News

Subscribe to SGVP Gurukul Parivar News feed
Updated: 17 hours 28 min ago

Pushpadolotsav - 2020

March 10, 2020 - 12:00am

પુષ્પદોલોત્સવ – શ્રી નરનારાયણ દેવ પ્રાગટ્ય દિનની ઉજવણી ગુરુકુલ પરિવાર દ્વારા સવિશેષ ભક્તિભાવથી કરવામાં આવી હતી.  સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવાયો હતો.

PushpotsavMemnagarSGVP

Umargam Khatmuhurt - 2020

February 1, 2020 - 12:00am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાનત મંદિર, ઉમરગામ નો શિલાન્યાસ વિધિ, મુંબઇ નિવાસી ગિરનાર ચા વાળા વેણી પરિવારના શ્રી દિનેશભાઇ વેણી, શ્રી હરીન્દ્રભાઇ વેણીના સૌજન્યથી, ગુરુવર્ય  શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે વૈદિક વિધિ સાથે તા. ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ સંપન્ન થયો.

SocialHinduism

Annual Pratishtha Mahotsav - 2020

January 31, 2020 - 12:00am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP ખાતે વસંતપંચમી, તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૫મો પાટોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના કલ્યાણ માટે નાનો પણ અદ્‌ભુત ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની અમૂલ્ય ભેટ આપી હતી. ઉપરાંત વૈરાગી સંત શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા કવિવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો.

Murti PratishthaSGVPChharodi

Republic Day Ceremony - 2020

January 26, 2020 - 12:00am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVPના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધ્વજવંદનની સાથે સાથે બાળકો દ્વારા દેશભક્તિના નૃત્યો, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં પ્રવચન તથા પરેડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

RepublicDay

Sneh Milan - 2019

December 29, 2019 - 12:00am

સ્નેહ મિલન એટલે દૂરદૂર વસતા પરિવાર જનો ભેગા થઈ હળે મળે અને વડીલોના આશીર્વાદ મેળવે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી પરિવારના ગુરુ સ્થાને બિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસના સાનિધ્યમાં, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ પરિવારના સ્નેહ મિલનનું આયોજન થયું હતું.

Sneh Milan

Virat Krushi Sammelan - Gurukul Droneshwar, 2019

December 18, 2019 - 12:00am

વિરાટ કૃષિ સંમેલન - ગુરુકુલ દ્રોણેશ્વર  ૧૮ ડિસેમ્બર ૨૦૧૯

પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ અંગે જાગૃતિ આણવાના પ્રયાસ રૂપે ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુજરાત ગવર્નર આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી  ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, તા. 28 ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વિરાટ કૃષિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Sammelan