SGVP Gurukul Parivar News
World Yoga Day Celebration - 2023
વિશ્વ યોગ દિન પર્વ ૨૧ જૂન, ૨૦૨૩ – સમગ્ર વિશ્વમાં ભારતીય ઋષિ સંસ્કૃતિના એક મહત્ત્વની યોગ પરંપરા પ્રત્યે જાગૃતિ અને તેના અનુપાલન માટે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના પ્રચાર – પસાર માટે સતત કાર્યરત પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP અમદાવાદ અને તેના શાખા ગુરકુલો અને કેન્દ્રોમાં પણ સંતો સાથે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ભક્તજનોએ યોગાસનો, પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
YogaChharodiAhmedabadRibdaDroneshwarMemnagarUKUSARatha Yatra - 2023
રથયાત્રા મહોત્સવ ૨૦૨૩
તારીખ ૨૦ જૂન, ૨૦૨૩ ના રોજ અષાઢ સુદ બીજના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે સોળમો ભવ્ય રથયાત્રા મહોત્સવ ઉજવાયો. પ્રાર્થના ભવનમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બલરામજી તથા સુભદ્રાદેવીની નગરયાત્રામાં હજારો ભક્તજનો જોડાયા હતા. રથયાત્રાના પ્રારંભે ૨૦૦ બહેનોએ ભગવાન શ્રીજગન્નાથજી, બળરામ ભૈયા અને સુભદ્રાબેનનું પૂજન કરી રક્ષા સૂત્ર બાંધ્યા હતા. પૂજન બાદ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ.ભ. કે. વરસાણી વગેરે મહાનુભાવોએ માર્ગમાર્જન કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
Ratha YatraMemnagarAhmedabadહોમાત્મક યજ્ઞ અનુષ્ઠાન રીબડા (રાજકોટ) - 2023
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ની શાખા રીબડા-રાજકોટ ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા તથા માર્ગદર્શન સાથે, તા. ૨૯ મે થી ૦૭ જૂન, ૨૦૨૩ દરમ્યાન સપ્ત દિનાત્મક હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
YagnaAnushthanRibdaPrayer for victims of Balasinor, Odisha Rail Way Disaster - 2023
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે હાલ યુ.કે.ની યાત્રાએ છે. આ યાત્રા દરમિયાન લંડન શહેરના કેન્ટન-હેરો વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 05 જૂન ૨૦૨૩, રવિવારના રોજ પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. આ સભામાં ઓડિસાના બાલાસીનોરમાં ટ્રેન દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને યાદ કરીને ધૂન-ભજન તથા પ્રાર્થના કરવામાં આવી હતી.
Ahmedabadઆમ્રકૂટ વિતરણ - ૨૦૨૩
અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે, સૌ કોઈ કેરીનો આસ્વાદ લેતા હોય, ત્યારે ગરીબ અને મજૂર વર્ગના બાળકો, વૃદ્ધાશ્રમ અને અનાથાલયના બાળકોને પણ પ્રભુના પ્રસાદ રૂપે સારી કેરી ખાવા મળે અને સર્વના હૃદયમાં રહેલ સર્વેશ્વર રાજી થાય એવા શુભાશયથી, સત્સંગ પ્રચારાર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નીલકંઠ વર્ણી સમક્ષ કચ્છ, દ્રોણેશ્વરથી આવેલ તેમજ અન્ય હરિભકતો દ્વારા આવેલ ૧૦,૦૦૦ કિલો ઉપરાંત કેસર કેરીઓનો
SocialFalkutAhmedabad